Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાય સાથે શિયાળાના પગરવ : રાત્રે અને પરોઢિયે ગુલાબી હળવી ઠંડીનો અહેસાસ

હવામાન ખાતાની આગાહી મુજબ પ દિવસ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે

અમદાવાદ, તા. ૧૮ : નૈઋત્યના ચોમાસાની વિદાય સાથે હવે શિયાળાના પગરવ મંડાયા છે. રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. વાતાવરણમાંથી ભેજ સતત ઘટતો જઈ રહ્યો છે.

 હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધીમાં રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ડાંગમાં હળવો વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. તે સિવાય રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ સવારે હળવી ઠંડીનો અનુભવ થાય છે. બપોરે બફારો રહે છે. 

(4:50 pm IST)