Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વડોદરામાં છેવાડાના ગામે પત્ની સાસુના ત્રાસથી કંટાળી પતિએ ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર

વડોદરા શહેરના છેવાડે આવેલા દશરથ ગામે સોહમ વિલામાં રહેતા 45 વર્ષીય વિપુલભાઈ કેશવભાઈ પટેલ અગાઉ દુબઈ નોકરી અર્થે ગયા હતા જ્યાંથી વર્ષ 2015 દરમિયાન વડોદરા પરત આવ્યા હતા. તે સમયે આણંદ ખાતે રહેતા પુનમબેન દદવાણી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ પુનમબેન પાંચ મહિના સુધી વિપુલ ભાઈ સાથે રહી અણબનાવ બનતા પરત પિયર જતા રહ્યા હતા. અને અદાલતમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. અને લગ્નજીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું. વર્ષ 2018માં વિપુલભાઈને મોઢાનું કેન્સર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જે 8 લાખની રકમ વિપુલભાઈ ચૂકવી ન શકતા નામદાર કોર્ટે 33 મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી. પુનમબેન તથા તેમની માતાએ સમાધાન માટે 30 લાખ રૂપિયા માંગી સમાધાન નહીં કરે તો સુસાઇડ નોટમાં પતિ સહિતના પરિવારજનોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું. વિપુલભાઈ વચગાળાના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યા હતા. 21મી જુલાઈના રોજ તેમને જેલમાં હાજર થવાનું હતું પરંતુ બીમારીના કારણે હાજર થઈ શક્યા ન હતા. 23મી જુલાઈએ તેઓ જેલમાં હાજર થવાના હતા. તે અગાઉ 23મી જુલાઇએ સવારે 9 વાગ્યાના અરસામાં વિપુલભાઈએ પોતાના ઘરના બીજા માળે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે છાણી પોલીસ મથકે અકસ્માતે મોતની અરજી નોંધાઇ હતી. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આત્મહત્યા પાછળ સાસુ બબીતાબેન દાદાવાણી તથા પત્ની પુનમબેન દાદાવાણી જવાબદાર હોવાનું ઠેરવ્યું હતું. જે સુસાઇડ નોટ પોલીસે ચકાસણી અર્થે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી હતી. દરમિયાન તે સુસાઇડ નોટ મૃતકે જાતે લખી હોવાનો અભિપ્રાય આવ્યો હતો. જેથી પોલીસે પુનમબેન તથા બબીતા બેન (બંને રહે-આણંદ ગામ, આણંદ)  વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે.

(5:15 pm IST)