Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચાંણોદ:ટેમ્પામા ચોરખાનામાં સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ચાંણોદ: એક ટેમ્પામાં બનાવેલા ચોરખાનામાં તિલકવાડાથી રાજકોટ તરફ લઇ જવાતો દારૃનો જથ્થો પોલીસે ઝડપી પાડી રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ  હાથ ધરાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે તિલકવાડાથી સિલ્વર કલરનો એક નાનો ટેમ્પો દારૃનો જથ્થો ભરીને ડભોઇ તરફ જાય છે તેવી બાતમીના આધારે ચાંણોદ પોલીસે ચેકપોસ્ટ પર ગઇરાત્રે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતાં જ પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી. ગાડીમાં એક ચોરખાનું પોલીસને મળ્યું હતું જેમાં દારૃની ૩૧૬ બોટલો મળી હતી.

પોલીસે દારૃની બોટલો, ટેમ્પો, મોબાઇલ મળી કુલ રૃા.૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરીફ હાસમાભાઇ જુણાય(રહે.આશાબાપીરની દરગાહ પાસે, રાજકોટ) અને શબ્બીર હારૃનભાઇ ખીસ(રહે.પોપટપરા, ૫૩ ક્વાર્ટસ, રાજકોટ)ને ઝડપી પાડયા હતાં જ્યારે કોનેલ મોટાણી(રહે.બજરંગવાડી પોલીસચોકીની સામે, રાજકોટ)ને પોલીસે ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(5:16 pm IST)