Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વડોદરા નજીક ભણિયારા ગામની સીમમાં ખેતરમાં ભૂંડે કામ કરતા શખ્સ પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:નજીક આવેલા ભણીયારા ગામની સીમમાં એક ખેતરમાં ભૂંડે ખેતરમાં કામ કરતા શખ્સ પર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અંગેની વિગત એવી છે કે ભણીયારા ગામમાં રહેતા ખેડૂત ભૂપેન્દ્ર જશભાઇ પટેલના ખેતરમાં તેમનો માણસ નટુભાઇ રાઠોડિયા ખેતરમાં પાક જોવા માટે ગયો હતો ત્યારે ખેતરમાં ફરતા એક ભૂંડે અચાનક નટુભાઇ પર  હુમલો કરી તેમને નીચે પાડી દઇ શરીર પર બચકાં ભરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં. આ બનાવની જાણ ખેતર માલિક ભૂપેન્દ્રભાઇને થતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્ત નટુભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતાં.

ઉલ્લેખનીય છે કે ભણીયારા ગામની સીમમાં અને ખેતરોમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે. ખેતરના પાકને નુકસાન કરતા ભૂંડો હવે લોકો પર હુમલા કરી રહ્યા છે. ભૂંડોના હુમલાના કારણે લોકોમાં ડર પેસી ગયો છે. ખેતરમાં ભૂંડો પાકને નુકસાન કરતા હોવાથી ખેતર માલિકો, ખેતરમાં કામ કરતા લોકો પાકને બચાવવા નીકળે ત્યારે ભૂંડોના હુમલાના બનાવો બની રહ્યા છે. અગાઉ ભણીયારા ગામના પાંચથી છ શખ્સો પર ભૂંડોના હુમલાઓ થયા  હતાં.

(5:17 pm IST)