Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વડોદરા:તરસાલી બાયપાસ નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 1.59 લાખની મતા સાથે 10 જુગારીઓને ઝડપી પાડયા

વડોદરા : તરસાલી બાયપાસ પર નવીનગરીમાં ચાલતા  જુગારધામ પર ડીસીબી પોલીસે દરોડો પાડીને ૧૦ જુગારીઓને ૧.૫૯ લાખની મત્તા સાથે ઝડપી પાડયા છે.જ્યારે જુગારધામનો સંચાલક હાજર ન હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ડીસીબી  પોલીસને માહિતી મળી હતી કે,તરસાલી બાયપાસ નેશનલ હાઇવે પર નવીનગરીમાં રહેતો બન્ટી ઉર્ફે પ્રદિપ એક મકાનમાં જુગાર રમાડી રહ્યો છે.અને તેનો સાગરીત સલિમ મલેક જુગારીઓ પાસેથી રૃપિયા ઉઘરાવી રહ્યો છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે  રેડ પાડતા પ્રદિપ ઉર્ફે બન્ટી મળી આવ્યો નહતો.પરંતુ,સલિમ મલેક ત્યાં હાજર હતો.પોલીસે સ્થળ પરથી (૧) સલિમ અલભાભાઇ મલેક (રહે.નવીનગરી ઝૂંપડપટ્ટી,તરસાલી ) (૨)કિરણભાઇ નટવરભાઇ પંડયા (રહે.વિશાલનગર,તરસાલી) (૩) ઇકબાલ પ્યારૃભાઇ શેખ (રહે.તરસાલી વુડાના મકાનમાં) (૪) પ્રતાપ ઇશ્વરભાઇ પઢિયાર (રહે.ઉમંગ કોમ્પલેક્સ,ગાજરાવાડી)(૫) સુનિલ સીતારામભાઇ તાંદલેકર (રહે.નવાબજાર, લીંગાયતનો ખાંચો ) (૬) જહાંગીર ઇસ્માઇલભાઇ મેમણ (રહે.નૂરપાર્ક સોસાયટી,તરસાલી )(૭) મુનાફ હમીદખાન પઠાણ (રહે.હિંમતનગર, તરસાલી ધનિયાવી રોડ) (૮) સાગીર ગુલશનભાઇ સીંધી (રહે.બેલિમ ફળિયુ, તરસાલી ગામ) (૯) અનિલ ખુશાલભાઇ મેહર (રહે.રણછોડજીની જૂની પોળ, માંજલપુર) ને ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા  રૃપિયા ૬૫,૨૭૦ ,પાંચ મોબાઇલ ફોન,બે બાઇક સહિત કુલ રૃપિયા ૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે પ્રદિપ ઉર્ફે બન્ટીને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:18 pm IST)