Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વડોદરા:ટેમ્પો ભાડે આપવાના બહાને એ જઈ સગેવગે કરી દેનાર ભેજાબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા : ટેમ્પો ભાડે આપવા માટે ઓ.એલ.એક્સ.પર જાહેરાત મુકનાર વેપારી ભેજાબાજ ઠગની ચુંગલમાં ફસાયા  હતા.ટેમ્પાનું ભાડુ નહી ચૂકવી તેમજ ટેમ્પો સગેવગે કરી  દેનાર ભેજાબાજ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયારોડ વૈકુંઠ સોસાયટીમાં રહેતા કૌશલકિશોર મિશ્રા ફેબ્રિકેશનનો ધંધો કરે છે.તેમની પાસે એક ટેમ્પો હતો.તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,પાંચ મહિના પહેલા મારા છોકરાએ ટેમ્પો ભાડે આપવા માટે ઓ.એલ.એક્સ.પર જાહેરાત મુકી હતી.તે એપ્લિકેશન થકી અશ્વિનકુમાર પરસોત્તમભાઇ  પટેલ (રહે.અંબાજી નગર,મકરપુરા)એ અમારો સંપર્ક કર્યો હતો.અમને તેના પર વિશ્વાસ આવતા તા.૦૧-૦૬-૨૦૨૧ થી તા.૦૧-૦૬-૨૦૨૨ સુધી ટેમ્પો ભાડે ફેરવવા માટે કરાર કર્યો હતો.અને ટેમ્પાનું માસિક ભાડુ રૃપિયા ૩૦ હજાર નક્કી  કરવામાં આવ્યુ હતું.જે દર મહિનાની ૧ થી પ તારીખમાં આપવાનું નક્કી થયુ હતું.વાહનનો ઇન્સ્યોરન્સ તથા મેન્ટેનન્સ ખર્ચ અશ્વિન  પટેલે ભોગવવાનો હતો. અશ્વિન પટેલે માત્ર બે મહિનાનું જ ભાડુ ચૂકવ્યુ હતું.તેણે બાકીના મહિનાનું ભાડુ આપ્યુ નહતું.તેમજ ટેમ્પો હાલમાં ક્યાં છે ? તે બાબતે પણ તે જણાવતો નહતો.

 

(5:20 pm IST)