Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમદાવાદ શહેરના તમામ પીઆઈને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરની સૂચના

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે NCBના અધિકારી તેમજ નિષ્ણાત વકીલની હાજરીમાંસેમિનાર યોજાયો : હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા માટેની ખાસ તાલીમ અપાશે

અમદાવાદમાં યુવાઘન નશાના રવાડો ચઢી ગયો છે. દરિયાઈ માર્ગથી હવે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. જો કે, હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. તમામ પોલીસ ઇન્સપેક્ટરને આ માટે પોલીસ કમિશનર, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દવારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરના તમામ પીઆઈને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ અંગે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે NCBના અધિકારી તેમજ નિષ્ણાત વકીલની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં ખાસ માહિતી આપવામાં આવી હતી.શહેરની મહત્વની એજન્સી તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ અંગે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની માહિતી આપી હતી.

ગુજરાતમાં તહેવારોને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિગ કરવામાં આવી રહ્યું હતું. જો કે, ખાસ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ તેમજ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ પર નજર રાખવા માટે શહેર પોલીસ ખાસ એલર્ટ પર હતી. આ અંગે કામ કરતી સીઆઇડી ક્રાઇમ વિભાગે તાજેતરમાં ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં પણ ડ્રગ્સ અંગેની માહિતી મળતા તરત કાર્યવાહી કરવા ખાસ ટીમ બનાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતનો દરિયો ઘણા સમયથી આંતરાષ્ટ્રી ડ્રગ તસ્કરી માટે હોટસ્પોટ બન્યું છે. ત્યારે ગુજરાત પર કેન્દ્રની અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવરાત્રીના સમયમાં કોઈ તત્વો ડ્રગ્સ ડિલિવરી કરતા કે રિસીવ કરતા હોય તેના પર ખાસ વોચ રાખવા માટે આ વખતે એજન્સીઓ મેન્યુલ સ્પોર્ટની સાથે સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા છે.

(7:51 pm IST)