Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમદાવાદના સેટેલાઈટમાં બંગલામાંથી ગેસની બોટલો અને રસોડાનો સામાન ચોરી ગયા તસ્કર

સોડામાં પડેલ બે ગેસ સિલિન્ડર, એક સ્ટવ, સ્ટીલના તપેલાનો સેટ, ત્રાંશ, તવા, કુકર, બાથરૂમના નળ 6 નંગ, અને પંખા

અમદાવાદ: દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તસ્કરો અને લૂંટારુઓ  પણ જાણે કે દિવાળી સુધારવામાં લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ નિકોલમાં  લાખ્ખો રૂપિયાની ચાંદીની લૂંટનો બનાવ સામે આવ્યો છે. જ્યારે શહેરના પોશ ગણાતા સેટેલાઈટ  વિસ્તારમાં એક બંગલામાંથી ગેસ સિલિન્ડર  અને વાસણોની ચોરીનો આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ગોપાલભાઈ જોષી નો એક બંગ્લો સેટેલાઈટના સરસ્વતી નગરમાં આવેલો છે. જે બંગ્લો છેલ્લા કેટલાય સમય થી બંધ છે. જો કે કોરોના કાળ દરમિયાન તેમના રસોઈયા આ બંગલામાં રસોઈ બનાવતા હતા.

 


જો કે સાતેક મહિનાથી તેઓ જતા રહેતા રસોડાને લાગ્યો સમાન આ બંગલામાં મૂકી રાખવામાં આવ્યો હતો. જ્યારે આ બંગલા ની દેખરેખ નજીકમાં રહેતા સુનીલ ભાઈ રાખે છે. 16 મી તારીખે સુનીલ ભાઈ એ ફરિયાદીને ફોન કરીને જાણ કરી હતી કે તમારા બંગલાની લાઈટ ચાલુ છે. અને અંદર કોઈ પ્રવેશ્યું તેવું લાગી રહ્યું છે.

જો કે તેઓ 8મી તારીખે બંગલામાં ગયા ત્યારે બધું વ્યવસ્થિત હતું. જેથી ફરિયાદીએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંગલાના પાછળના દરવાજા નું લોક તૂટેલી હાલતમાં હતું.

રસોડામાં પડેલ બે ગેસ સિલિન્ડર, એક સ્ટવ, સ્ટીલના તપેલાનો સેટ, ત્રાંશ, તવા, કુકર, બાથરૂમના નળ 6 નંગ, અને પંખા સહિત કુલ 20 હાજર રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(12:35 am IST)