Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

પ્રતાપપરા ગામમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી માથાકૂટની રીસ રાખી હુમલો કરનાર 3 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદના પ્રતાપરા ગામના બચુભાઇ દદીભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ દિવાળીના દિવસે રાતના અરસામાં તેમના ધર નજીક ગામના અરૂણ ભાઇ દેવૈદ્રભાઇ વસાવા, રણજીત ભાઇ કનુભાઇ વસાવા અને તુલસીભાઇ હરનીશભાઇ વસાવા ફટાકડા ફોડતા હોઇ ફટાકડા ફોડવાની ના પાડતા તેઓ ઝગડો કરી જતા રહેલ અને બીજા દિવસે તેની રીશ રાખી ઝપાઝપી કરી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(9:51 pm IST)