Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

લોકો ફરીથી લોકડાઉન માટે તૈયાર રહે: મંત્રી કુમાર કાનાણીના નામે ખોટા મેસેજ વાયરલ

મેસેજમાં દરેક સોસાયટીનાં પ્રમુખો અને ચેરમેન તથા સેક્રેટર લોકડાઉનનો સંદેશો અપાયો

અમદાવાદ : દિવાળીના તહેવારો સમયે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું હોય તેઓ ફરીથી લોકડાઉન માટે તૈયાર રહે તે પ્રકારનાં મેસેજ કુમાર કાનાણીના નામે વાયરલ થઇ રહ્યા છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં નામે વાયરલ થયેલા મેસેજમાં દરેક સોસાયટીનાં પ્રમુખો અને ચેરમેન તથા સેક્રેટર લોકડાઉનનો સંદેશો આપવામાં આવ્યો હતો. જો કે આ મેસેજ અફવા હોવાની સ્પષ્ટતા કુમાર કાનાણી દ્વારા એક વીડિયો સંદેશમાં આપવામાં આવી છે.

 

કાનાણીએ કહ્યું કે, મને અને સરકારને બદનામ કરવા માટે આ સમગ્ર લખાણ કરાયું છે. સરકારની કામગીરીને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોરોના કાબુમાં છે અને લોકડાઉનની કોઇ જ જરૂર નથી તેવી વાત ખુદ નાયબ મુખ્યમંત્રી કરી ચુક્યા છે. ત્યારે આ પ્રકારનો મેસેજથી દુર રહેવા કુમાર ભાઇએ અપીલ કરી હતી.
જો કે મંત્રીએ ઉમેર્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક જેવા પાયાની બાબતોનો ખ્યાલ રાખવો જોઇએ. તહેવારો જાણે જે પ્રકારે લોકો ફરી રહ્યા છે તે અયોગ્ય છે. લોકોએ તહેવારમાં પણ હાલની સ્થિતીને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તે અનુસાર વર્તવું અને શક્ય હોય ત્યાં સુધી બિમાર, વૃદ્ધો અને બાળકોનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે

 

આ મેસેજ થઇ રહ્યો છે વાયરલ
તમામ સોસાયટી ના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રી નો સંદેશ
તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી શ્રી ને વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે ! , બહાર થી આવતા કોઇપણ તમારા સગાસંબંધી , મિત્રો ને તમારા ઘરે આવવાની સ્પષ્ટ ના પાડો , કોઇ વિદેશ થી સોસાયટી મા આવેલ હોય તો તેની જાણ પણ સરકાર શ્રી ને કરો, કોરોના કેટલો ગંભીર છે ધ્યાન રાખશો, સરકારી અધઁસરકારી સ્કુલો , જીમ ને ખાલી કરીને હોસ્પીટલ મા ફેરવવા ના આદેશ નીકળી ચુક્યા છે, એટલે સોસાયટી મા ક્રિકેટ રમતા , રાત્રે ગંજીપતે અથવા ગેમ રમતા,રાત્રી વોકીંગ કરતા કે પાડોશી ને ત્યાં મીટીંગો કરીને બેસતા લોકો ને સમજાવો અને ઘર મા જ પુરાઇ રહેવા સમજાવો, જો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખશ્રીઑ કડક પગલાં લેશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકશે, ક્યાંક એવું ના બને કે આગામી સમય માં તમારા જ પાડોશી કે સોસાયટી માં શંકાસ્પદ કેસ આવે અને મોડું થય જાય તો પ્રમુખ તરીકે આપને મળેલા હક અને ફરજો ધ્યાનમાં રાખીને સોસાયટી પાસે અમલ કરાવી આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવા નો આજ યોગ્ય સમય છે.લાખો ની વસ્તી ધરાવતા શહેરો માં આપની શેરીઓ સુધી ફરજ પરના અધિકારીઓ ને આવવું પડે એ આપડા માટે શરમ જનક બાબત હોય, તો જો ૫૬ ની છાતીવાળો આપણો વડાપ્રધાન જો ઘર મા રહેવાની સલાહ આપતા હોય તો સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે, સોસાયટી ના ચેરમેન/ સેક્રેટરી એલટઁ થઇને યોગ્ય પગલા લેશો.... આભાર.... લી.. આપનો સહદયી કિશોર કાનાણી (કુમાર) આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર

(9:10 am IST)