Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

મહેસાણામાં કોરોનાના નવા 45 કેસ સહીત ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 કરતાં વધુ કેસ

આગામી દિવસો વધુ ટેસ્ટીંગ માટે તંત્ર સાબધુ બન્યું

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 90 કરતાં વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. હાલ મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 45, સાબરકાંઠામાં 19, બનાસકાંઠામાં 16, ગાંધીનગરમાં 17 અને અરવલ્લી જિલ્લામાં 04 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિવાળી પહેલાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં નવા વોર્ડ શરુ કરવામાં આવ્યાં હતાં. છેલ્લા અઠવાડિયા ઉત્તર ગુજરાતના સાંબરકાઠા , મહેસાણા સહિત વિસ્તાર કોરોના કેસના આંકડાઓ વધ્યા છે. આગામી દિવસો વધુ ટેસ્ટીંગ માટે તંત્ર સાબધુ બન્યું છે ત્યારે વધુ કેસ નોંધવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.

(10:22 am IST)