Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો માથાભારે વોન્ટેડ આરોપી હસનેન ઉર્ફે અબ્દુલ મલેક કહેર રેલ્વે ફાટક પાસેથી ઝડપાયો

વ્યારા :છેલ્લાં એક વર્ષથી અલગ અલગ પોલીસ મથકોએ નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી હસનેન મલેકને વાલોડ પોલીસે કહેર રેલ્વે ફાટક પાસેથી ઝડપી પાડ્યો છે  વાલોડ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ૧૭ નવેમ્બર ના રોજ રાત્રે રોજ વાલોડ પો.સ.ઇ. પ્રતીક એમ. અમીન તથા અ.હે.કો. અજયભાઇ સુદામભાઇ તથા અ.હે.કો. રમેશભાઇ સુકદેવભાઇ સાથે વાલોડ પો.સ્ટે. વિસ્તારમાં મોબાઇલ નાઇટ પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન વાલોડ PSI પી. એમ. અમીનને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનાં 6 ગુનાઓ, કાકરાપાર પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનો 1 ગુનો અને વ્યારા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનાં 2 ગુનાઓમાં તેમજ બારડોલી પોલીસ મથકે નોંધાયેલ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી અબ્દુલ ઉર્ફે હસનેન હુસેન મલેક કહેર ગામના રેલ્વે ફાટક પાસે ઉભો છે. પાકી અને ચોક્કસ બાતમી મળતા વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રતીક અમીન અને એમની ટીમે બાતમીવાળી જગ્યાએ જતા એક ઇસમ હાજર મળી આવેલ જે પોલીસને જોઇ ભાગવા લાગતા તેને કોર્ડન કરી પકડી લઇ તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ હસનેન ઉર્ફે અબ્દુલ હુસેન મલેક.જેની પુછપરછ કરતા તેણે ઉપરોકત ગુનાઓ કરેલ હોવાની કબુલાત કરતા તેને ગુનાના કામે અટક કરવા આરોપીનો કબ્જો સંભાળી વાલોડ પોલીસ સ્ટેશન ખાતે લાવી કોરોન્ટાઇન રૂમમાં યોગ્ય પોલીસ જપ્તા સાથે કબ્જામાં રાખી આરોપીનો COVID 19 કોરોના ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીને ઉપરોકત ગુનાના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, વાલોડ પોલીસનાં હાથે ઝડપાયેલ માથાભારે આરોપી હસનેન ઉર્ફે અબ્દુલ હુસેન મલેક બહુલ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ગુનાખોરીની દુનિયામાં ઉગતો અને સાથે ધગધતો સુરજ છે. જે એક વર્ષથી પોલીસને હાથતાળી આપી પોલીસ પકડથી દૂર રહ્યો. સાથે સાથે એના પરિવાર મા પણ ઘણા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાની વિગતો ચર્ચાના ચગડોળે ચઢી છે.ત્યારે ગુનાખોરીમાં મોટુ નામ બનાવનાર હસનેન પોલીસ તેમજ વહિવટી તંત્રમાં ફરજ બજાવતા કેટલાંક ભ્રષ્ટ કર્મચારીની સાંઠગાંઠ કરી તંત્રની હરકતો ઉપર નજર રાખતો હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.

(10:40 am IST)