Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ભરૃચ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સીવીલ હોસ્પિટલના ગેઇટ પાસે જ મહિલાની પ્રસુતિઃ બાળકના ગળામાથી નાળને ડોકટરોના માર્ગદર્શનથી બહાર કાઢીને નવજીવન આપ્યું

ભરૂચ :નવા વર્ષના બીજા દિવસે ભરૂચના 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. જોકે, સફળ પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ગુજરાત સરકારની 108 ઇમરજન્સી સેવાની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે

ગઈકાલે સવારે 10:24 કલાકે કોલ મળતાની સાથે પલેજ 108 એમ્બ્યુલન્સ CHC પાલેજ ખાતે પહોંચી હતી. કેશનાડની રહેવાસી મહિલા અરૂણા વસાવાને વધુ તકલીફ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે 108 ના ઈએમટી હિતેશભાઈ ચમાર અને પાઇલોટ મુનફભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના ગેટ પર પહોંચતા ઈએમટી હિતેશભાઈને મહિલામાં ડિલીવરીનાં લક્ષણો દેખાયા હતા. ત્યારે બંનેએ ભેગા મળીને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી.

પ્રસૂતિ વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ 108 આોફિસમા બેસેલા તબીબનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યારે હેમખેમ બાળકના ગળામાથી નાળને કાઢીને તેનો જીવ બચાવી લેવાયો હતો. જોકે, જન્મ સમયે બાળકે કોઈ પણ પ્રકારની હરકત કરતા તેને ફરીથી તબીબ પાસે લઈ જવાયા હતા. ડોક્ટરની સલાહ મુજબ સારવાર મળતા બાળકને નવુ જીવન મળ્યું હતું

અરૂણાબેનને દીકરાને જન્મ આપતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતોઅરૂણાબેન અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પરિવારે 108 એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવી હતી

(3:12 pm IST)