Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સુરતની હોસ્પિટલમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભુકતા અફડાતફડી: ભારે જહેમત બાદ દર્દીઓને બચાવવામાં આવ્યા

સુરત:શહેરના અઠવા ગેટ પાસે આવેલી ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી ગઇ હતી. અને દવાખામાં સારવાર લઇ રહેલા દર્દીને હેમખેમ બહાર કાઢ્યા હતા.

આગની ઘટનમાં 16 દર્દીને બહાર કાઢવામાં આવ્યાં હતા. આગને પગલે ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ હોસ્પિટલના સર્વર રૂમમાં લાગી હતી.  ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

(5:47 pm IST)