Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સુરતના ઉઘના વિસ્તારમાં ગેસની બોટલ ધડાકાભેર ફાટતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત:શહેરના ઉધના વિસ્તારમાં આજે ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા ત્રણ લોકો ઘાયલ થયા છે. આગને પગલે ઘરનો સામાન બળીને ખાખ થઇ ગયો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર શહેરના ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મફત નગરમાં આજે એક ઘરમાં ગેસનો બાટલો ઘડાકાભેર ફાટતા ત્રણ લોકો ઘાયલ થયા છે. આગને પગલે ઘરવખરી બળની ખાખ થઇ ગઇ હતી.

આગની ઘટનામાં ઘાયલ થયેલા ત્રણેયને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

(5:48 pm IST)