Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સરકારના નિર્ણયને ટેકો આપવા અને કોવિડ 19 અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવા GCCIનો નિર્ણય

સંક્રમણ વધતા GCCIએ વેપારી એસોસીએશન સાથે તાકીદની બેઠક યોજાઈ: ઉદ્યોગો 33થી 50 ટકા કામદારો સાથે કરવાથી માંડીને એસો,-મહાજનોની ઓફિસમાં ટેસ્ટિંગ સેન્ટર અને રાત્રિના 11થી 6 વાગ્યા સુધી કરફયૂ રાખવા માટેના પણ સૂચનો આવ્યા

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન કોવિડ 19ના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ એસોસીએશન અને મહાજનોના આગેવાનોની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. જેમાં સૌ સભ્યોએ આ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે સરકાર જે નિર્ણયો લે તેને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. તેમ જ પોતાના સભ્યોને પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ કરાવી તેમને કોવિડ 19 અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવા પ્રેરવાની જવાબદારી સ્વીકારી હતી

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI)ના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજની વર્ચ્યુઅલ બેઠકમાં એસોસીએશન અને મહાજનો તથા ચેમ્બરના હોદ્દેદારો સાથે થયેલી ચર્ચા અનુસાર જે નિર્ણયો થયા તે અનુસાર સૌને પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. આ બેઠકોમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમ જ વેપારના પ્રતિનિધિઓએ સૂચનો કર્યા હતા. જેમાં માત્ર ઉદ્યોગો 33થી 50 ટકા કામદારો સાથે કરવાથી માંડીને કોર્પોરેશનને ટેસ્ટીંગ સેન્ટર માટે એસોસીએશન તથા મહાજનની ઓફીસમાં જગ્યા આપવા સહિતના કેટલાંક સૂચનો કર્યા હતા. ત્યાં સુધી કે રાત્રિના 11થી 6 વાગ્યા સુધી કરફયૂ રાખવા માટેના પણ સૂચનો આવ્યા હતા

 સુચનોમાં ઉદ્યોગોએ સ્વૈચ્છિક રીતે માત્ર 33થી 50 ટકા કામદારો સાથે કામ કરવું જોઇએ મ્યુનિ. કોર્પોરેશન સાથે સહયોગ કરી ટેસ્ટીંગ સેન્ટર માટે એસોસીએશન અને મહાજનની ઓફીસ જયાં શક્ય છે ત્યાં જગ્યા આપી ટેસ્ટીંગની ફેસીલીટી માટે સહકાર આપીએ.કાર્યક્ષેત્રની અંદર સામાજિક અંતર જાળવીએ, સેનીટેશન જાળવીએ તથા માસ્કના પ્રયોગને ખૂબ કાળજીપૂર્વક અને ચીવટપૂર્વક પાળીએ

વેપારના પ્રતિનિધિઓ સૂચનોકર્યા હતા જેમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ લગાવવો,વિસ્તાર અને વેપાર પ્રમાણે કામકાજ ચાલુ રાખવાનો સમય નક્કી કરી શકાય,દુકાનો અને બજારોમાં ભીડ ભેગી ના થાય તથા સોશિયલ ગેધરીંગ શક્ય તેટલું ઓછું થાય તે માટે મહાજન જવાબદારી ઉઠાવે.બધા જ મુખ્ય બજારોમાં તકેદારીના પગલાંઓ વિશેના પોસ્ટર અને પરિપત્રો મૂકવા.કામદારોની સંખ્યા 50 ટકા જેટલી રાખી શકાય જેથી એક બાજુ ધંધાને નુકસાન ના થાય અને બીજીબાજુ સંક્રમણને નાથી શકાય.સરકાર દ્વારા વખતો વખતના પ્રવર્તમાન નિયમો કોવિડ 19ની તકેદારી માટે ખૂબ મહત્વના છે તેનું શબ્દસહ પાલન કરી સહકાર આપીએ.

(10:57 pm IST)