Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરીવાર 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ

48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરાશે : ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ

નર્મદા : કેવડિયામાં ફરી 18000 લોકોના કોરોના ટેસ્ટ થશે. દેશના રાષ્ટ્પતિ આવવાનાને કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજથી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ છે. એક તરફ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે.આગામી  25,26 અને 27 નવેમ્બરે વિધાનસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર સહિત અન્ય અધિકારીઓનો સેમીનાર યોજવવાનો છે. 26મીના રોજ PM મોદી અને ગ્રહમંત્રી  શાહ પણ આ કોન્ફરન્સમાં આવી શકે છે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

(12:30 am IST)