Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

નાનીભમરી ખાતે પૌત્ર બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી બાદ પુત્રએ પિતા સહિત પરિવારના 5 ને માર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના નાની ભમરી ગામના જગુભાઇ કોટવાલભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર સુરેશભાઇ જગુભાઇ વસાવા ઘરે આવી જણાવ્યું કે તમે કેમ મારા છોકરાને લઇને આવતા રહેલ છો તેમ કહેતા પિતાએ કહ્યું કે તુ દારુ પી આવીને છોકરાઓને માર મારે છે. તેમ કહેતા પુત્ર એકદમ ઉશ્કેરાઇ જઇ પીતાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને લાકડી વડે સપાટા મારી દઇ જમીન ઉપર પાડી ગરડા પાટુનો માર મારેલ હોઇ તથા માતા રેવાબેનને લાકડાના સપાટા મારી તથા સુનિતાબેનને ડાબા પણ સપાટા મારી સુનિતાબેનની છોકરી ભુમિકાને પણ પણ મારી ઇજા પહોચાડતા ડેડીયાપાડા પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:47 am IST)