Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધારીખેડા ગામમા યુવતીએ કોઈ કારણોસર ઘરમાં ફાંસો ખાઈ જતા મોતને ભેટી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામની યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ જીવનનો અંત આણતાં પંથકમાં અરેરાટી ફેલાઈ હતી
મળતી માહિતી મુજબ તારીખ ૧૬/૧૧/૨૦૨૧ સાંજે 5 વાગ્યાની આસપાસ દક્ષાબેન મગનભાઇ વસાવા (ઉ.વ.૨૦)( રહે.ધારીખેડા ભાથીજી ફળીયું તા.નાંદોદ, જી. નર્મદા)ઓએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર લોખંડના એંગલ સાથે ઓઢણી વડે ગળે બાંધી ફાંસો ખાઇ જઇ આપઘાત કરતા આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:28 pm IST)