Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ધ્વારા પાંચ વર્ષ ઉપરના બાકી તમામ મંડળીઓના ઓડિટ પૂર્ણ કરવા ડિસેમ્બરમાં કેમ્પનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીળા : જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નર્મદા, રાજપીપલા ધ્વારા નર્મદા જિલ્લાની હાઉસીંગ મંડળીઓ તથા અન્ય તમામ પ્રકારની સહકારી મંડળીઓના (દૂધ મંડળીઓ સિવાય) હોદ્દેદારોએ જે મંડળીઓના વૈધાનિક ઓડીટ પાંચ વર્ષ ઉપરના બાકી છે તે તમામ મંડળીઓના ઓડીટ પૂર્ણ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, નર્મદા-રાજપીપલા કચેરી ધ્વારા ડિસેમ્બર-૨૦૨૧ માં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સરકાર ધ્વારા ૧૦૦ દિવસમાં કરવાની કામગીરીના ભાગરૂપે હોઇ, મંડળીનું છેવટ સુધીનું દફતર તૈયાર કરી જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નર્મદા-રાજપીપલાની કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળે, રૂમ નં.૧૧૮, રાજપીપલા મોકલવી તથા ફોન નં-૯૮૭૯૫ ૨૬૨૧૧, ૯૯૭૯૧ ૬૫૨૮૯, ૯૪૦૮૭ ૩૫૧૮૨ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(10:30 pm IST)