Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં ચાલકનું મોત

નડિયાદ પાસે અકસ્માત સર્જાયો : ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં એકનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થઈ છે. નડિયાદ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.  સાઈડમાં ઉભી રહેલ ટ્રકની પાછળ આઇસર ઘુસી જતા આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

(12:07 am IST)