Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સૌરાષ્ટ્રના ૩૮ ડેમો હજુ આખા ભરેલા : કુલ જળ જથ્થો ગયા વર્ષ કરતા ૧૨૯ MCFT ઓછો

હમ સબકો ઠાનકર ચલના હૈ, હર પાની કે બુંદ કો બચાના હૈ, ચુકા ના પાએ હસ ઇસકા મોલ, પાની કી બુંદ હોતી હૈ અનમોલ : પીવાના પાણીના મહત્વના આધારરૂપ નર્મદા ડેમમાં ૭૪.૨૪ ટકા પાણી : ઉનાળામાં અમૂક વિસ્તારોમાં પાણીન તંગી પડશે

રાજકોટ,તા. ૧૮ : ગુજરાતમાં વિતેલા વર્ષમાં સરેરાશ ૧૦૦ ટકા જેટલો વરસાદ થયેલ. સપ્ટેમ્બરના ભારે વરસાદથી તળમાં અને ડેમોમાં પુષ્કળ જળ જથ્થો વધેલ. સૌરાષ્ટ્રના અધિકાંશ વિસ્તારોમાં આવતા ચોમાસા સુધી ખેતી અને પીવાના પાણીની નિરાંત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના ૧૪૧ પૈકી ૩૮ ડેમો હજુ પણ છલોછલ છે. કુલ જળ જથ્થો ગયા વર્ષના નવેમ્બર મધ્યની સરખામણીએ ઓછો છે છતા સ્થિતિ એકંદરે સંતોષકારક છે. ઉનાળામાં અમૂક વિસ્તારોમાં પાણીની ખેંચ પડે તેવી શકયતા છે.

સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં ૧૬ નવેમ્બરની સ્થિતીએ ૨૨૧૧.૯૧ એમ.સી. એફ.ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે. તે ગયા વર્ષની ૧૬ નવેમ્બરે ૨૩૪૧.૨૪ એમ.સી.એફ.ટી હતો. તે વખતની સરખામણીએ હાલ સૌરાષ્ટ્રના ડેમોમાં ૧૨૯.૩૩ એમ.સી.એફ.ટી પાણી ઓછું

(10:26 am IST)