Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

૩ દિ' માવઠાની સંભાવના છે, ખેડૂતો ખેત ઉપજ સલામત સ્‍થળે રાખે

મુખ્‍ય સચિવ પંકજકુમારની અપીલઃ અકિલા સાથે વાતચીત

રાજકોટ તા. ૧૮: રાજયમાં કમોસમી વરસાદી વાતાવરણના પગલે મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર (આઇ.એ.એસ.) એ ખેડૂતોની પોતાની ખેત ઉપજ (અનાજ વગેરે) સલામત સ્‍થળે ખસેડવા માટે અપીલ કરી છે. માવઠાથી ખેત ઉપજને નુકશાન થઇ શકે છે. શ્રી પંકજકુમારએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રાજયના જુદા જુદા વિસ્‍તારોમાં ૩ દિવસ માવઠુ થવાની સંભાવના છે. ખેડૂતો અનાજ જેવી ખેત ઉપજો સલામત જગ્‍યાએ ખસેડે અથવા સલામતીપૂર્વક (ઢાંકીને) સાચવે તેવી અપીલ છે. માર્કેટયાર્ડોમાં પણ ખેત ઉપજને સંભવિત નુકશાન નિવારવા કાળજી લેવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે ૬ થી ૮ વચ્‍ચે કડી, મહેસાા, મેંદરડા, વીસનગર, સમી, બાવળા, જોટાણા, ખેડબ્રહ્મા, દિયોદર, કલોલ વગેરે તાલુકાઓમાં હળવા-ભારે ઝાપટા પડયાનું નોંધાયું છે.

 

(11:19 am IST)