Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધો. ૯ થી ૧ર માં પ્રાકૃતિક ખેતી વિશે ભણાવાશે

નવી પેઢીને સરળ અને વધુ લાભદાયી કૃષિ પધ્ધતિથી વાકેફ કરવાનો હેતુઃ જીતુ વાઘાણીની જાહેરાત

રાજકોટ તા.૧૮ : રાજય સરકારે રાસાયાણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના ભાગરૂપે ધો.૯ થી ૧રના અભ્યાસક્રમમાં ખાસ કરીને ધો.૧૦-૧૧ માં પ્રાકૃતિક ખેતીનો વિષય તરીકે ઉમેરો કરવાનું નકકી કર્યુ છે. ખેતીના પ્રકરણોમાં પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત છણાવટ કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે.

પ્રાકૃતિક ખેતીના જાણકારોનું કહેવું છે કે આ કૃષિ એટલી સરળ છે કે તેનાથી જમીનની ફળદ્રુપતા ટકાવી શકાશે. પાણીનો વપરાશ ૭૦ ટકા ઘટશે, આનાથી ગૌમાતા બચશે, આનાથી ખેડુત દેવાદાર બનવાથી બચશે, આ ખેતી પર્યાવરણને બચાવશે, આ કૃષિને કારણે રોગથી મરતા લોકો બચી જશે. આ એક કાર્ય દ્વારા ૬ વસ્તુઓ સાબિત થશે.

આપણે આ ઉમદા કામને કેમન અપનાવવું જોઇએ ? આ દેવી કાર્ય છે, તેથી આપણે બધાએ તેનો સ્વીકાર અને તેનો પ્રચાર-પ્રસાર કરવો પડશે. કેટલીક મહાન હસ્તીઓ આ કામમાં રાત-દિવસ કાર્યરત છે. કૃષિ વૈજ્ઞાનિક પદ્મશ્રી ડો. સુભાષ પાલેકરજીના અથાગ પ્રયત્નોને લીધે, લાખો ખેડુતો આ પ્રાકૃતિક કૃષિને અપનાવીનેપોતાની અને માનવાતની મોટી સેવા કરી રહ્યા છે.

(3:35 pm IST)