Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો અમારો સંકલ્પ છે : ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ : ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોમાં કુલ છે. ૫૩.૩૯ કરોડના ૧૯૩૬ જેટલા કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત -લોકાર્પણ :૩૪૦૬ લાભાર્થીઓને છે. ૨.૮૨ કરોડના લોન-સહાયના ચેક વિતરણ : આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર ગુજરાત હોવું જરૂરી છે : સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ છે : સાચુ ભારત ગામડાઓમાં વસે છે : ગામડાઓ ભારતના હૃદય સમાન છે : એથી ગામડાઓનો સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબધ્ધ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદાર દ્વારા સાકાર કરશે : રાજ્ય સરકાર ગામડાના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ કરવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહી છે

રાજકોટ,તા. ૧૮ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે ઉજવાઈ રહેલા 'આઝાદી કા અમૃત મહોત્સવ'અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ઐતિહાસિક ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજયવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટ્પણે જણાવ્યું કે, ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો રાજય સરકારનો સંકલ્પ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મ નિર્ભર ગુજરાત હોવું જરૂરી છે. રાજય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર કટિબદ્ઘ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપી ગામડાઓની અર્થતંત્રમાં ભૂમિકા મહત્વની ગણાવી હતી ગાંધીજીએ કહેલું કે, સાચુ ભારત ગામડાઓમાં વસે છે. ગામડાઓ ભારતના હદય સમાન છે

આવો જ સંકલ્પ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કર્યો છે. ત્યારે, ગામડાઓમાં સુવિધાઓ સાથે સ્વાવલંબી બને અને છેવાડાના માનવીઓને પણ શહેરો જેવી સુવિધાઓ પ્રાપ્તે થાય તેવો અમારો પ્રયાસ છે.

ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા સાકાર કરશે.

મુખ્યમંત્રીશ્રીએ આત્મ નિર્ભર ગ્રામ યાત્રા રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.૫૩.૩૯ કરોડના ૧૯૩૬ જેટલા કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવા સાથે વિવિધ ૩૪૦૬ લાભાર્થીઓને રૂ. ર.૮ર કરોડના યોજનાકીય લાભોના ચેક, લોન સહાયનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, દેશ કેવી રીતે આત્મનિર્ભર બની શકે તેનું ઉત્ત્।મ ઉદાહરણ કોરોનાની મહામારીમાંથી મળી રહે છે.

કોરોના જયારે આવ્યો ત્યારે દેશમાં પૂરતી પીપીઇ કિટ્સ પણ નહોતી. આવા કપરા સંજોગોમાં વડાપ્રધાનશ્રીએ દેશને દિશાદર્શન કર્યું અને જયારે દુનિયાના બીજા દેશો આ મહામારી સામે થાકી ગયા તેવા સંજોગોમાં ભારતે આ રોગનો મજબૂતાઇથી સામનો કર્યો.

એક સમય એવો હતો કે કોઇ રોગ સામે રસી શોધવામાં પાંચ સાત વર્ષ નીકળી જતા હતા અને તેનું સંપૂર્ણ રસીકરણ કરવામાં દસ બાર વર્ષ થઇ જતાં હતા. તેની સામે કોવીડ મહામારીમાં ભારતે ટૂંકા સમયમાં જ રસી વિકસાવીને આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડી દેશના ૧૧૨ કરોડ નાગરિકોને કોરોના સામેની વિનામૂલ્યે રસી આપી સુરક્ષિત કર્યા છે.

રાજય સરકાર દ્વારા ગામડાના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ કરવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહી હોવાનું કહેતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વધુ પડતા રસાયણિક ખાતરો, દવાઓના વપરાશના કારણે તેની વિપરિત અસરો પડી રહી છે. તેના નિવારણ માટે રાજય સરકાર મહત્ત્।મ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે આયોજનબદ્ઘ રીતે આગળ વધી રહી છે. શહેરીજનોને તેમાં ભૂમિકા અદા કરવાની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને માર્કેટ આપી ઉપયોગ કરે તે જરૂરી છે.

આ કદમ લોકલ ફોર વોકલ તરફનું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ગામડાઓના સર્વાંગી વિકાસ માટે નાગરિકો પણ સહયોગ કરે એ જરૂરી છે, તેમ કહેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થઈ શકશે.

કેન્દ્રીય રાજય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભારતની આઝાદીના ૭પ વર્ષ પૂરા થવાના સુવર્ણ અવસરે સમગ્ર દેશમાં ૭પ અઠવાડિયા સુધી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્ત્।ે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને તેના દ્વારા સ્વતંત્ર સંગ્રામના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે. નૂતન ભારતની પરિકલ્પના હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. ગુજરાત સરકારે ગામડાઓના વિકાસ માટે યોજેલી આત્મ નિર્ભર ગ્રામ યાત્રા દ્યરદ્યર સુધી પહોંચી ગ્રામજનોને યોજનાની માહિતી આપવાની સાથે તેને લાભો પણ આપવાની છે.

ગામડાઓના ગરીબ, વંચિત, શોષિત, પીડિતોની ચિંતા કરતી આ સરકાર છે, એવી લાગતી વ્યકત કરતા ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે કહ્યું કે, નવા વર્ષના નવા સંકલ્પો સાથે રાજય સરકાર કામ કરી રહી છે. ગામડાઓ આત્મ નિર્ભર બને એ માટે રાજય સરકારે ત્રિદિવસીય ગ્રામ વિકાસનો મહાયજ્ઞ આરંભ્યો છે. આત્મ નિર્ભર ગ્રામ યાત્રા રાજયના ૯૯૩ રૂટ ઉપર પરિભ્રમણ કરી એક હજાર નેવું જિલ્લા પંચાયતોની બેઠકોને આવરી લેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ગ્રામ વિકાસ રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ કહ્યું કે, આ યાત્રા ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, યોજનાકીય લાભોના ચેક સહાય વિતરણ, વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઇનું આયોજન કરાશે. આ રથ દ્વારા સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિવકી, પેંફ્લેટ વિગેરેના માધ્યમથી કરવામાં આવશે. આ યાત્રા ગામડાઓની કાયાપલટ કરવામાં ઉદ્દીપકરૂપ બની રહેશે.

લોક કલ્યાણ માટે રાજય સરકાર સમર્પિત છે એવી લાગણી વ્યકત કરતા મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું કે, આ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રામાં સ્વચ્છતા રેલી તેમજ શાળાઓ, પંચાયત દ્યર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ઓડીએફ પ્લસ, સામુહિક સોક પીટ, વ્યકિતગત સોક પીટ, સામુહિક શૌચાલય તથા વ્યકિતગત શૌચાલયની સમજ આપવા સાથે વ્યકિતલક્ષી યોજનાઓની સમજ આપવામાં આવશે.

  તેમણે જણાવ્યું કે, રાજયમાં ૪૨ લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ તા.૨૦ નવેમ્બરના રોજ ૮,૦૭૧ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ આપવામાં આવશે. રાજયમાં આગામી માર્ચ - ૨૦૨૨ સુધીમાં ૧.૨૫ લાખ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવાશે. રાજય સરકાર પરિણામલક્ષી પ્રયત્નો અને લક્ષ્યાંક આધારિત કામગીરી કરી રહી છે અને મને વિશ્વાસ છે કે એ ગ્રામીણ સમાજ વ્યવસ્થાને સુદ્રઢ તથા અસરકારક બનાવવામા ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્રતયા રાજય સરકારના ૧૨ વિભાગોના રૂ. ૪૪૧.૮૯ કરોડના ૧૯,૬૩૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૯૬૭.૮૨ કરોડના ૨૩,૩૨૦ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યું હતું અને ૧,૯૨,૫૭૫ લાભાર્થીઓને રૂ. ૧૬૭.૫૫ કરોડ જેટલી નાણાકીય સહાય વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આત્મનર્ભર ગ્રામયાત્રાને લીલી ઝંડી આપી તે પૂર્વે યોજનાકીય સ્ટોહલ અને પ્રદર્શનોનું ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, મુખ્યક દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, પ્રદેશ અગ્રણી શ્રી ગોરધનભાઇ ઝડફિયા, ગ્રામ વિકાસના અધિક મુખ્ય સચીવ શ્રી વિપુલ મિત્રા, ગ્રામ વિકાસ કમિશનર સુશ્રી સોનલ મિશ્રા, પ્રભારી સચીવ શ્રી આર. સી. મીના, પદાધિકારીઓ કલેકટરશ્રી કે.એલ.બચાણી, જિલ્લાશ વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટરશ્રી ભરત પટેલ, લાભાર્થીઓ સહિત નાગરિકો હાજર રહયા હતા.

(3:42 pm IST)