Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

આણંદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આણંદ, વલ્લભવિદ્યાનગર, તારાપુર, નડિયાદ : સમગ્ર ચરોતર પંથકમાં વાતાવરણ પલટો આવ્યો છે. જેને લઇ ખેડા અને આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ વાતાવરણ વાદળછાયુ બનતા ડાંગરની કાપણી કરતા ખેડૂતો તથા ડાંગરની ખરીદી કરતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં માવઠું પડવાની હવામાન ખાતાની આગાહી છે. ખેડૂતો અને વેપારીઓએ પ્લાસ્ટિક અને તાડપત્ર સહિતની વસ્તુઓથી ડાંગરની ગુણો અને પથારાને ઢાંકવાનું શરૂ કર્યું હતું. જેથી કમોસમી વરસાદથી પાક પલળે નહીં. વાદળછાયા વાતાવરણથી હવામાનમાં ઠંડક પ્રસરી હતી. જેને કારણે જનજીવનને પણ અસર પહોંચી હતી. ગતરાત્રિ થી ઠંડા પવનો ફુંકાવા ને લઇ લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. ઠંડા પવનોને લઈ તાપમાનનો પારો નીચે ગગડતાં ગુલાબી ઠંડી ની સાથે વાતાવરણમાં ભેજ નાં પ્રમાણ ને કારણે બેવડી તુ નો અહેસાસ લોકો કરી રહ્યા છે.

 

(4:52 pm IST)