Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સુરત:સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

સુરત: સોશ્યિલ મિડીયાના વધતા વ્યાપ વચ્ચે લોકો માટે બોધરૂપ સમાન ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઉગત-ભેંસાણ રોડ સ્થિત મેડીકલ કોલેજે નજીક રહેતા આશાસ્પદ યુવાને શ્રેયા097 નામના ઇન્સ્ટાગ્રામ આઇડી ધારક સાથે નગ્ન અવસ્થામાં થયેલી બિભત્સ વાતચીત વાળો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોઁધાય છે. ઉગત-ભેંસાણ રોડ સ્થિત મેડીકલ કોલેજની નજીક રહેતા અને ઓનલાઇન શોપીંગ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા મીનેશ પટેલ (ઉ.વ. 27 નામ બદલ્યું છે) ગત તા. 30 ઓક્ટોબરના રોજ રહેણાંક ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અંતિમવિધી બાદ ભાઇ રોહન (નામ બદલ્યું છે) એ મીનેષનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં મીનેશના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી શ્રેયા097 નામના આઇડી ધારક સાથે બિભત્સ ચેટ થયેલી હોવાનું અને વિડીયો કોલ થયો હોવાનું જણાયું હતું. જેથી રોહન ચોંકી ગયો હતો અને તેણે મીનેષનું વ્હોટ્સઅપ ચેક કર્યુ હતું. જેમાં મોબાઇલ નં. 8816005892 ઉપર મેસેજ પર થયેલી વાતચીત વાંચી હતી. જેમાં ઇન્સ્ટાગ્રામ પર મીનેશ સાથે થયેલી નગ્ન અવસ્થામાં થયેલી બિભત્સ વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતું. વ્હોટ્સઅપ ચેટમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા મીનેષે ટુક્ડે-ટુક્ડે ઓનલાઇન કુલ રૂ. 20 હજાર ચુકવ્યા હતા.

 

(4:53 pm IST)