Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સુરતના મંદરવાજા વિસ્તારમાં 14 વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પિતા વિરુદ્ધ 7 દિવસમાં 76 પેઇજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી

સુરત: શહેરના માનદરવાજા વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરૂણી સાથે ગણતરીના કલાકોમાં બે વખત દુષ્કર્મ આચરનાર હેવાન પિતા વિરૂધ્ધ સલાબતપુરા પોલીસે માત્ર 7 દિવસમાં 76 પેજની ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં મહત્વની બાબત એ છે કે સગી પુત્રી સાથે હેવાનિયત આચરનાર પિતા મેડીકલ ચેકઅપ વખતે બોલ્યો હતો કે રાત્રે મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ છે તે ડોક્ટરનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. વડોદ ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની બાળાના અપહરણ-દુષ્કર્મ-હત્યા કેસમાં પોલીસે રેકોર્ડ બ્રેક 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જયારે આજે માનદરવાજાના પદમાનગર વિસ્તારમાં રહેતી અને ધો. 9માં અભ્યાસ કરતી 14 વર્ષની પુત્રીને સગા બાપ સિકંદર સલીમ શેખે રાત્રે ગણતરીના કલાકોમાં બે વખત દુષ્કર્મ કર્યુ હતું. આ પ્રકરણમાં સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ મેહુલ કીકાણી અને તેમની ટીમે આજે માત્ર 7 દિવસના ટૂંકાગાળામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ છે. 76 પેજની ચાર્જશીટમાં 24 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એફએસએલ અને મેડીકલ ચેકઅપનો રીપોર્ટ, પિતાની હેવાનિયતનો ભોગ બનનાર તરૂણીની બે નાની બહેનના નિવેદન પણ સામેલ કરવામાં આવ્યા છે.

(4:54 pm IST)