Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વડોદરાના છાણી -હાઇવે નજીક પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી

 વડોદરાઃ છાણી હાઇવે પર ગઇરાતે પ્લાસ્ટિકના દાણા ભરેલા કન્ટેનરમાં દારૃ હોવાની વિગતોને પગલે પોલીસના વાહનો અને કન્ટેનર વચ્ચે ચારેક કિમી સુધીની દિલધડક રેસ થઇ હતી. આખરે પોલીસે કન્ટેનર સાથે ડ્રાઇવરને ઝડપી પાડયો હતો.

છાણી પોલીસની ટીમ ગઇરાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દુમાડ થી જીએસએફસી તરફ જતા માર્ગ પર એક કન્ટેનરમાં દારૃનો જથ્થો લઇ જવામાં આવનાર હોવાની વિગતો મળતાં પીઆઇ આર ડી મકવાણાએ કન્ટેનરો સહિતના વાહનોનું ચેકિંગ કરાવ્યું હતું.

પોલીસને જોતાં એક કન્ટેનર ચાલકે પૂર ઝડપે કન્ટેનર દોડાવતાં પોલીસે તેનો પીછો કર્યો હતો.કન્ટેનરના ડ્રાઇવરે ઓમકારપુરા બ્રિજ પર થઇ જીએસએફસી બ્રિજની નીચેથી કન્ટેનર દોડાવ્યું હતું.તેણે રોંગસાઇડે કન્ટેનર હંકાર્યું હતું અને એક પેટ્રોલપંપ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં છોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પોલીસે તેને દબોચી લીધોહતો.

(4:59 pm IST)