Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય હિમાચલ પ્રદેશના સીમલામાં આયોજીત અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની ૮રમી પરિષદમાં ઉપસ્થિતી

પરિષદના ચેરમેન અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે સ્ટેજ ઉપર સ્થાન મળ્યુ

રાજકોટ તા. ૧૮ : અખિલ ભારતીય વિધાનમંડળોના પ્રમુખ અધિકારીશ્રીઓની પરિષદના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં આ પરિષદના ચેરમેન લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીના અધ્યક્ષપદે તા.૧૬ થી ૧૯ નવેમ્બર, ર૦ર૧ દરમિયાન સિમલા (હિમાચલ પ્રદેશ) ખાતે ૮રમી પરીષદ યોજાઇ હતી. આ પરિષદમાં ગુજરાત વિધાનસભાના પ્રમથ મહિલા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્ના હતા.

પરિષદમાં બંધારણ, ગૃહ અને નાગરિકો પ્રત્યે અધ્યક્ષની જવાબદારી તેમજ શતાબ્દી યાત્રા અને ભવિષ્યની કાર્યયોજના જેવા વિષયો ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યે પણ પોતાના વિચારો વ્યકત કર્યા હતા. તેમજ તા.૧૭મી નવેમ્બર, ર૦ર૧ના રોજ પરિષદને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યુ હતું.

આ પરિષદના સંચાલન માટે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીના વડપણ હેઠળ ઍક સ્ટેન્ડીંગ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ સમિતિના સભ્ય બનાવાનું બહુમાન પણ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને પ્રાપ્ત થયું છે.

આ પરિષદના ચેરમેન શ્રી ઓમ બિરલાજીઍ ડો. નીમાબેન આચાર્યની આ પરિષદમાં પ્રમુખોની પેનલ ઉપર નિમણુંક કરી હતી, જેથી ગુજરાતના ઍકમાત્ર મહિલા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને આ પરિષદના પ્રમુખપદે માનનીય શ્રી ઓમ બિરલાજી સાથે ડાયસ ઉપર સ્થાન મળ્યું હતું જે ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય છે.(૬.૩)

(5:10 pm IST)