Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મુખયમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની રાજકોટ કચેરીનું ઓનલાઇન ખાતમુહૂર્ત યોજાશે

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે.

રાજકોટ:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ તેમજ રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીના ભવનનું તા. ૨૦ નવેમ્બરે ખાતમુહૂર્ત તેમજ વાહન અને સારથિની ફેસલેસ સેવાનો શુભારંભ બપોરે ૪:૦૦ કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે.  
રાજ્ય સરકાર દ્વારા આધાર સંબંધિત ઈ-કે.વાય.સી.નો ઉપયોગ કરીને વાહન તેમજ લાઇસન્સ સંબંધિત ૨0 જેટલી સેવાઓ ફેસલેસ કરવામાં આવશે.

(7:34 pm IST)