Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, જુથવાદથી ધ્યાન ભટકાવવાનો કીમિયો

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વરિષ્ઠ મંત્રીશ્રીઓ - વરિષ્ઠ સાથીઓ સાથે થઈ રહેલા અપમાનજનક વ્યવહારથી ભાજપામાં ઊકળતા ચરૂની સ્થિતી: ડો, મનીષ દોશી

અમદાવાદ :  કોંગ્રેસ પક્ષના લોકપ્રિય જનપ્રતિનિધિ ધારાસભ્ય અમરીષભાઈ ડેર અંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલુ નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, ચરમસિમાએ જુથવાદ અને ભાજપાના ચાર જુથોની લડાઈ થી ધ્યાન ભટકાવવા માટેનો કીમીયો છે.

‘‘નવ નિયુક્તી સમયે ભાજપાના અધ્યક્ષે કરેલી જાહેરાતમાં કોંગ્રેસ પક્ષના કોઈ વ્યક્તિ - ધારાસભ્યોને ભાજપમાં લેવામાં નહિ આવે’’ તેવા નિવેદનથી ઉલ્ટા નિવેદન જ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વરિષ્ઠ મંત્રીશ્રીઓ - વરિષ્ઠ સાથીઓ સાથે થઈ રહેલા અપમાનજનક વ્યવહારથી ભાજપામાં ઊકળતા ચરૂની સ્થિતી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં મંદી - મોંઘવારી - મહામારીથી જનતા પરેશાન છે અને ભાજપાની ખેડૂત વિરોધી, ગ્રામ્ય વિરોધી, યુવા વિરોધી અને જનવિરોધી નીતિઓ સામે ગુજરાતની જનતામાં પારાવાર આક્રોશ છે. બીજીબાજુ, કોંગ્રેસપક્ષના જન જાગરણ અભિયાનને પ્રજાકીય જનસમર્થન - જનઆર્શિવાદ મોટા પાયે મળી રહ્યા છે તેનાથી પણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષને સ્થિતિનો અંદાજ મળી ગયો હોય તેના લીધે આવા નિવેદન કરતા હોય તેવુ દેખાઈ રહ્યું છે.તેમ  ડૉ. મનિષ એમ. દોશી મુખ્ય પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ દ્વારા જણાવાયું છે

 

(7:39 pm IST)