Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કમોસમી વરસાદને કારણે અમદાવાદના જેતલપુર માર્કેટ યાર્ડમાં કરોડોનું નુકસાન

જેતલપુર માર્કેટમાં 10 હજાર મણ ડાંગર પાણીમાં પલડી જતા વેપારીઓ.અને ખેડૂતોને મોટું નુકશાન થયું

અમદાવાદના જેતલપુર માર્કેટ એટલે એ માર્કેટ જ્યાં અમદાવાદ જીલ્લાના ખેડૂતો પોતાનો માલ આપે છે અને અહી માલનો ભરાવો થાય છે.જ્યાં વેપારીઓ ખેડૂતો બેસીને ભાવ તાલ કરે છે. અમદાવાદની આસપાસના ખેડૂતો અમદાવાદ જેતલપુરના અન્ન પુરવઠા માર્કેટમાં આવે છે પરંતુ ગુરુવારની સવારે અમદાવાદ ના જેતલપુર માર્કેટમાં મોટા ભાગનો અનાજનો જથ્થો બગડી ગયો છે. જેને કારણે આ વર્ષે અનાજ મોઘું થવાની સંભાવના છે.


આ અનાજનો જથ્થો બગડવા પાછળ કમોસમી વરસાદ જવાબદાર છે.જેતલપુર માર્કેટમાં 10 હજાર મણ ડાંગર પાણીમાં પલડી જતા વેપારીઓ.અને ખેડૂતો ને મોટું નુકશાન થયું છે. આ અંગે વાત કરતા વેપારી રમેશ ભાઈનું કહેવું છે કે સવારે 7 વાગે વરસાદ આવ્યો એવા સીધા અમે અહી ભાગ્યા સવારે ખેડૂતો ટ્રેકટરમાં ડાંગરનો પાક ભરીને આવ્યા હતા એ માલ પણ પલડી ગયો હતો. હવે તડકો આવે એની રાહ છે પણ આ માલની ખરીદી કોઈ નહિ કરે આ માલનો ભાવ પણ ઓછો થઈ જશે જે સારો માલ હશે એ ઊંચા ભાવે વેચાશે. સરકાર પાસેથી એટલી અપેક્ષા છે કે આ માલ ના નુકશાન વધારે વેઠવું ના પડે એ માટે મધ્યસ્થી કરીને માલ વેચાઈ જાય એવું કંઇક કરે નહિતર અમારે મોટું નુકશાન નો વારો છે.

જેતલપુર અનાજ માર્કેટ માં કામ કરતા મજૂર ના કહેવા પ્રમાણે તેમને સવારથી જે માલ પલ્ડી ગયો તેને અલગ કરવાનું શુરૂ કરી દીધું છે છતાં હજી માલ અલગ થયો નથી. પાણીમાં બધો માલ ગયો છે. આખીને આખી બોરી પાણીમાં પડી હોય એવું છે. કોથળામાં પાણી જાય એટલે કંતાનનો કોથળો ખાલી કરીને જ છૂટકો આવામાં અનાજને સૂકવવા માટે અન્ય કોથળામાં ભરીને અલગ સ્થળે લઈ જઈશું. આ ડાંગરનો પાક અમે બાવળા લઈ જઈએ છીએ જ્યાં ચોખા અને ડાંગરનો ફોતરાં અલગ કરવામાં આવે છે અને મશીન મારફતે આખો દાણો લોકોની થાળી સુધી પહોંચે છે.

(9:26 pm IST)