Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વિરપોર ત્રણ રસ્તા પાસે ટ્રકના ચાલકને નશાની હાલતમાં 3.12 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વિરપોર ત્રણ રસ્તા નજીક માં આમલેથા પોલીસે હાઈવા ટ્રકના ચાલકને નશો કરેલી હાલતમાં રેતી ભરી જતા પકડી પાડ્યો હતો
મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ વાહન ચેકિંગ હતી તે સમયે વિરપોર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી હાઇવા ટ્રક રજી.નં.GJ-19-X-3178  નો ચાલાક સોમન ભાઇ બદીયાભાઇ ભુરીયા ( રહે.ગ્રામ ચાયણ તા.થાંદલા જી.ઝાબુઆ (મધ્યપ્રદેશ)ને નશો કરેલી હાલતમાં રોડ ઉપર વાંકી ચૂકી હાલતમાં ટ્રક હંકારી લાવતા હાઇવા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦ તથા ટ્રકમાં ભરેલ રેતી ૨૬ ટન કિ.ર.૧૦,૨૫૦ તથા મોબાઇલ કિ.રૂ.૨૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૧૨,૨૫૦ ના મુદ્દામાલ સાથે પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:09 pm IST)