Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સુરત, વલસાડ, વાપી, તાપી, ભરૂચ અને નવસારી જેવા જિલ્લામાં માવઠું

ઠંડીના ચમકારા સાથે વરસાદ પડતા લોકોની સ્થિતિ કફોડી બની

સુરત : દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ઠંડીના ચમકારા સાથે વરસાદ પડતા લોકોની સ્થિતિ કફોડી બની હતી. દક્ષિણ ગુજરાતના સુરત , વલસાડ, વાપી, તાપી ,ભરૂચ અને નવસારી જેવા જિલ્લામાં માવઠું પડ્યું હતું. જેમાં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા.

(11:16 pm IST)