Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ધાનેરાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય માવજી દેસાઈએ વિશાળ રેલી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે જંગી રેલી યોજી અને શક્તિ પ્રદર્શન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી

અમદાવાદ :  બનાસકાંઠાની ધાનેરા બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છે ,બીજી તરફ ભાજપથી નારાજ માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2017માં ભાજપના ઉમેદવાર માવજી દેસાઈની આ વખતે ટિકિટ કપાતા ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. એટલુ જ નહીં પણ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન માવજી દેસાઈએ શક્તિ પ્રદર્શન કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને પડકાર ફેંક્યો છે. ઉમેદવારી નોંધાવતા પહેલા માવજી દેસાઈએ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે સભા સંબોધતી વખતે માવજી દેસાઈ ભાવુક થતા પણ જોવા મળ્યા હતા.

(9:06 pm IST)