Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દરિયાપુર કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જેન સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

ફરિયાદ મુજબ કૌશિક જૈન ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડ જવાનોને સિવિલ ડ્રેસમાં રાખે છે: ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત

અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જેમાં ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જેન સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ કૌશિક જૈન ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડ જવાનોને સિવિલ ડ્રેસમાં રાખે છે.તેમજ હોમગાર્ડને ધાકધમકી આપી પ્રચારમાં હાજર રાખવામાં આવે છે. ભાજપાના ઉમેદવાર દ્વારા રાઇફલ ક્લબનો પ્રચાર માટે દુર ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાયફલ ક્લબ ખાતે હોમગાર્ડ કૌશિક જૈન તથા 1500 માણસોના જમણવાર સાથે મિટિંગ રાખવામાં આવી હતી.

ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જૈન  સામેની  ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, રાયફલ  ક્લબના સીસીટીવી ચેક કરી યોગ્ય કાર્યવાહી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે. તેમજ ભાજપના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કાર્યાલયની ચોવિસ કલાક વિડિયોગ્રાફી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે.

(9:13 pm IST)