Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પ્રથમ તબક્કા માટે ૭૮૮ ઉમેદવારો

કુલ ૧૩૬૨ ઉમેદવારીપત્રો ભરાયા હતા

અમદાવાદ, તા.૧૮: રાજ્‍યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્‍ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે. પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ ૭૮૮ ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં ૧૫૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજા તબક્કામાં ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૧ નવેમ્‍બર છે.

પ્રથમ તબક્કાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૧ હજાર ૩૬૨ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

(10:51 am IST)