Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

હવા ચલને લગી હૈ ફીર પ્રચાર કી, ઘંટી બજ ચૂકી હૈ આનેવાલે ચૂનાવ કી....

૨૦૧૭માં પોસ્‍ટલ બેલેટથી ભાજપને ૯૫૬૮૭, કોંગીને ૧,૧૩,૭૦૮ મત મળેલા

કુલ ૨,૨૫,૦૯૭ મતદારોએ મતપેટીમાં મત નાખેલ : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરની વ્‍યવસ્‍થા : આ વખતે પ્રથમ વખત ૮૦ વર્ષથી વધુ વયના મતદારો તેમજ મતદાન મથકે જવા સક્ષમ ન હોય તેવા દિવ્‍યાંગો અને કોરોનાગ્રસ્‍તો માટે ઘરેથી મતદાન કરી શકે તેવી વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૧૮ : રાજ્‍યની વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું ચિત્ર ગઇકાલે સ્‍પષ્‍ટ થઇ ગયું છે. મતદારો તા. ૧ ડિસેમ્‍બરે મતદાન કરશે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે અગાઉથી પોસ્‍ટલ બેલેટ તરીકે ઓળખાતી પધ્‍ધતિથી મતદાન કરાવવામાં આવે છે. આ વખતે ચૂંટણી પંચે ૮૦ વર્ષથી ઉપરના મતદારો, દિવ્‍યાંગો, કોરોનાગ્રસ્‍ત વગેરે કે જેઓ મતદાન મથક પર મતદાન કરવા આવી શકે તેમ નથી તેમના માટે ઘરેથી જ મતદાન કરી શકે તેવી અલાયદી વ્‍યવસ્‍થા કરી છે. ચૂંટણી પંચનો સ્‍ટાફ અગાઉથી ફોર્મ ભરનાર મતદારની ઘરે જઇને મતદાન કરાવશે.

વર્ષ ૨૦૧૭માં ૩૩ જિલ્લાઓમાં સરકારી કર્મચારીઓ માટે પોસ્‍ટ બેલેટથી મતદાન કરાવવામાં આવેલ. જેમાં ભાજપને ૯૫,૬૮૭ અને કોંગ્રેસને ૧,૧૩,૭૦૮ મત મળેલ. ૪૪૧૦ પોસ્‍ટ મત અન્‍ય પક્ષ કે અપક્ષને મળેલ. પોસ્‍ટ બેલેટથી કુલ ૨,૨૫,૦૯૭ મતદારોએ મતદાન કર્યું હતું. કર્મચારીઓના મતમાં કોંગ્રેસ તરફી બહુમતી હતી. સમગ્ર પરિણામમાં ભાજપને બહુમતી મળી હતી.

પોસ્‍ટલ બેલેટના મતદાનમાં ૨૦૧૭માં બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર, પોરબંદર, સોમનાથ, પંચમહાલ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભાજપને બહુમતી મળેલ. અન્‍ય જિલ્લાઓમાં પોસ્‍ટલ બેલેટમાં કોંગ્રેસની સરસાઇ વધુ હતી. પરિણામમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠક મળેલ. ૬ બેઠકો અન્‍ય પક્ષ અને અપક્ષોને ફાળે ગઇ હતી.

 

(10:53 am IST)