Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાતના અંધારામાં દિવસે રેકી કરેલ કારખાના પર ચોરી કરવા કારમા આધુનિક કટર સાથે નીકળતા આંતરરાજય ચોરોની રસપ્રદ કથા

કારખાનાના બહાર મીટર પણ બાળી નાખે, જરૂર પડયે નકૂચા તોડી નાખતા અ ા ચોરો એક ડઝન જેટલા નામોથી પંકાયેલા રાજયભરમાં ૨૨ ચોરીઃ અમદાવાદમાં ઝડપાયેલ ચોરોના અદભુત પરાક્રમો અકિલા સમક્ષ એસીપી પ્રદીપસિંહ જાડેજા વર્ણવે છે

રાજકોટ તા.૧૮: સંખ્‍યાબંધ ઉપનામ ધરાવતા બે આંતરરાજય ચોરો અમદાવાદ પોલીસની જાગૃતિને કારણે સકંજામાં આવી જતા સંખ્‍યાબંધ ગુન્‍હાઓના ભેદ ઉકેલવા સાથે અનોખી રીતે ચોરી કરતા આ બન્ને શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્‍યા છે. જી.આઇ.ડીસી વટાવા પોલીસના સર્વેલન્‍સ સ્‍કોડ દ્વારા જેમના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા પોકેટ કોપ આધારે કાર્યવાહી કરેલ છે તેવા એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અકિલા સાથની વાતચીતમાં રસપ્રદ વિગતો વર્ણવવામાં આવી છે.

સર્વેલન્‍સ સ્‍કોડના મ.સ.ઇ. એમ.એલ.વાઘેલાનાઓએ સર્વેલન્‍સ પો.કો.અજીતસિંહ બાબુભાઇ બ.નં.૧૧૭૧૪ તથા પો.કો.અરૂણભાઇ નારાયણભાઇ બ.નં.૧૧૮૫૬નાઓ મારફતે ચોકકસ બાતમી હકીકત મેળવી (૧) સંજય ઉર્ફે સુધીર ઉર્ફે નીખિલ ઉર્ફે પિન્‍ટુ ઉર્ફે રૂડો સ/ઓ રામાભાઇ ઉર્ફે રમેશભાઇ ઉર્ફે રામજીભાઇ ઉર્ફે રમણભાઇ કરશનભાઇ પંચાલ (ઉ.૪૮) રહે, ગામ રાજીપુરા મકાન નં.૪૬ શુભ રેસીડેન્‍સી શ્રીલેખા હોસ્‍ટેલ સામે તા.વાસદ જિ.આણંદ મુળવતન ગામ જખવાડા તા.વિરમગામ ઁિજ.અમદાવાદ (૨) રામાભાઇ ઉર્ફે રમેશભાઇ ઉર્ફે રામજીભાઇ ઉર્ફે રમણભાઇ કરશનભાઇ પંચાલ (ઉ.૭૨) રહે, ગામ રાજીપુરા મકાન નં.૪૬ શુભ રેસીડેન્‍સી શ્રીલેખા હોસ્‍ટેલ સામે તા.વાસંદા જિ.આણંદ મુળ વતન ગામ જખવાડા તા.વિરમગામ જિ.અમદાવાદનાઓને એક સફેદ કલરની મારૂતી સુજુકી કંપનીની કેરી ફોર વ્‍હિલ ગાડી નં.જી.જે.૨૭-ટી.ટી.૮૭૨૨ સાથે રોકી પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય અને ગલ્‍લા તલ્‍લા કરતા હોય જેથી સદરી બન્ને ઇસમો નામ પોકેટ કોપમાં સર્ચ કરતા ચાલક સંજય ઉર્ફે સુધીર ઉર્ફે સંદીપ ઉર્ફે નીખિલ ઉર્ફે પિન્‍ટુ ઉર્ફે રૂડો સ/ ઓ રામાભાઇ ઉર્ફે રમેશભાઇ ઉર્ફે રામજીભાઇ ઉર્ફે રમણભાઇ કરશનભાઇ પંચાલનાઓનો વડોદરા શહેર માજલપુર પોલીસ સ્‍ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૬૦૦૩૨૧૧૧૦૭/ ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ તથા મહેમદાવાદ પોલીસ સ્‍ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૪૧૨૧૦૨૪૮/ ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામે પકડાયેલ હોય અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય જેથી સદરીને વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી

 પ્રદીપસિંહ જાડેજા દ્વારા વિશેષમાં જણાવાયેલ કે આરોપીઓ બે ડઝન જેટલા ગુન્‍હામાં સંડોવાયેલ આંતરરાજય ગુનેગાર છે, વિવિધ મુદામાલ મળેલ છે. આરોપીઓને ગુન્‍હો કરવાનો પદ્ધતિ પણ ખૂબ રસપ્રદ છે.

આરોપી દ્વારા દિવસ દરમિયાન રેકી કરી કોઇ એક ફેકટરી નકકી કરવામાં આવે, અગાઉથી ચોરી કરેલ કાર દ્વારા રેકી કરેલ સ્‍થળે પોહચી જાય અને બહાર મીટરના ઇલેકટ્રોનિક વાયરના મીટરમાં આગ લગાડી કટરથી તાળા તોડે, બહાર મીટર ન હોયતો નકૂચા તોડી ચોરી કરે છે સીસીટીવીમાં કેદ ન થાય તેની કાળજી પ્રથમથી રાખતા હતા.

આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેકટર એન.ડી નકુમ (૨) મ.સ.ઇ.એમ.એલ.વાઘેલા, પો.કો.અજીતસિંહ બાબુભાઇ બ.નં.૧૧૭૧૪ (બાતમી) (૪) પો.કો.અરૂણભાઇ નારાયણભાઇ બ.નં.૧૧૮૫૬(બાતમી), પો.કો.વિક્રમસિંહ રણજીતસિંહ બ.નં.૩૩૯૫(૬) પો.કો.દિપકકુમાર ઇશ્વરભાઇ બ.નં.૫૩૩૮ જોડાયા હતા

(10:56 am IST)