Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાણીની વાવ અને અડાલજની વાવ ખાતે શનિવાર અને ૨૫મીએ વોટર ફેસ્‍ટિવલ

ક્રાફટ ઓફ આર્ટ દ્વારા વર્લ્‍ડ હેરિટેજ વીક દરમિયાન

(કેતન ખત્રી), અમદાવાદઃ કર્ણપ્રિય સંગીત મહોત્‍સવ દ્વારા ઐતિહાસિક સ્‍મારકોની મહાન ગાથાને પુનઃ પ્રસ્‍તુત કરવાની વૈભવી પરંપરાને આગળ ધપાવતા જાણીતાં ભરતનાટયમ્‌ અને લોકનળત્‍યકાર બિરવા કુરેશી દ્વારા શરૂ કરાયેલ પહેલ ક્રાફ્‌ટ ઓફ આર્ટ દ્વારા કાલે ૧૯ મીએ શનિવારે અને ૨૫ નવેમ્‍બરના રોજ અનુક્રમે પાટણની રાણીની વાવ અને અમદાવાદમાં અડાલજની વાવ ખાતે વૉટર ફેસ્‍ટિવલનું આયોજન કરાશે.

છેલ્લા ૧૩ વર્ષથી સતત ક્રાફટ ઓફ આર્ટ કેટલાક ઐતિહાસિક સ્‍મારકોના સ્‍થળે ક્‍વોલિટી થિમેટીક મ્‍યુઝિક તેમજ સ્‍મારકના કસબ, સૌંદર્ય અને ભવ્‍યતાના સમન્‍વયની રજૂઆત કરે છે. અમદાવાદમાં અને ગુજરાતના અન્‍ય સ્‍થળોએ ક્રાફટ ઓફ આર્ટસનો સુફી, વોટર અને ગુંબજ ફેસ્‍ટીવલ લોકોના મન અને હૃદયમાં સંગીતના વૈવિધ્‍ય અને ગુણવત્તાથી તેમજ તેના કન્‍સેપ્‍ટથી નાગરિકોને અદભૂત સ્‍મારકોના ભવ્‍ય વારસા સાથે જોડવાનો પ્રયાસ કરે છે. વોટર ફેસ્‍ટિવલમાં પ્રવેશ નિઃશુલ્‍ક છે પરંતુ બૂકમાયશોડોટકોમ પર રજીસ્‍ટ્રેશન કરવું ફરજિયાત છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)