Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસની ટક્કરથી સ્‍કુલ વાન પલ્‍ટી ગઇઃ 10 બાળકોનેનાની-મોટી ઇજા થતા સારવારમાં

બાળકોની ચિચિયારીથી રસ્‍તો ગાજી ઉઠયો

ગાંધીનગરઃ ગાંધીનગરમાં બસે ટક્કર મારતા સ્‍કુલ વાન પલ્‍ટી જતા 10 બાળકોને ઇજા થઇ હતી.

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસની ટક્કર વાગતા સ્કૂલવાન પલટી ખાઇ ગઇ હતી જેને કારણે 10 બાળકને નાની મોટી ઇજા થઇ હતી. બસ એટલી સ્પીડમાં હતી કે તેને સ્કૂલવાનમાં બાળકો ભરીને જઇ રહેલી વાનને ટક્કર મારી હતી. બસની ટક્કર વાગતા જ સ્કૂલવાનમાં રહેલા બાળકોએ બુમાબુમ કરી નાખી હતી.

ગાંધીનગરમાં 29/30 ચોકડી પાસે લક્ઝરી બસની ટક્કર વાગતા જ સ્કૂલ વાનમાં રહેલા બાળકોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને નાની મોટી ઇજા થઇ હતી જેમાંથી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સ્કૂલવાનમાં 12 બાળક હતા જેમાંથી 10 બાળકને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તુરંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(5:17 pm IST)