Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરત:ટેક્ષટાઇલ વેપારીઓ પાસેથી કાપડનો જથ્થો ખરીદી 47.97 લાખની ઠગાઈ આચરનાર આરોપીના જામીન અદાલતે રદ કર્યા

સુરત: શહેના જુદા જુદા ટેક્ષટાઈલ વેપારીઓ પાસેથી ફેબુ્રઆરી-2020 થી ફેબુ્રઆરી-2021 દરમિયાન મૂળ વીસનગરના વતની આરોપી વિપુુલ ઈશ્વરલાલ પટેલ(રે.શ્લોક રેસીડેન્સી, પાંડેસરા) અર્થ મનુભાઈ પટેલ ઉર્ફે સાગર કાપડીયા,મયુર મનુ પટેલ,રામેન્દ્ર પ્રહલાદ પટેલ વગેરેએ એકબીજાના મેળા પિપણામાં કુલ રૃ.47.70 લાખની ઉધાર ગ્રે કાપડનો જથ્થાની ઉધાર ખરીદી કરી હતી.ત્યારબાદ આરોપીઓએ પેમેન્ટ કે માલ પરત કર્યા વિના ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.

આ કેસમાં ઉધના પોલીસે આરોપી વિપુલ પટેલની તા.10-11-22 રોજ ધરપકડ કરી જેલભેગો કર્યા હતા.હાલ જેલવાસ ભોગવતા આરોપી વિપુલ પટેલે ચાર્જશીટ બાદ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે બનાવના આઠ માસ બાદ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન  કરવા,કોમર્શિયલ ટ્રાન્ઝેકશનને ફોજદારી સ્વરૃપ આપવાનો બચાવ લીધો હતો.તદુપરાંત અન્ય સહ આરોપીઓને હાઈકોર્ટે ઈન્ટ્રીમ રાહત આપી હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમા ંસરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ હાલના ગુના સિવાય પણ અન્ય એક આ પ્રકારના ગુનાઈત ઠગાઈનો ગુનો નોંધાયો છે.જે ગુનાની તપાસ ચાલુ છે.આરોપી વિરુદ્ધ માતબર રકમની ઠગાઈનો પ્રથમ દર્શનીય કેસ હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવાથી અન્ય ગુના આચરવા તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના ચાર્જશીટ બાદ જામીનની માંગ કરતી અરજીને નકારી કાઢી છે.

(6:15 pm IST)