Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં લોખંડ ભંગારના ગોડાઉનમાં સંતાડેલ 432દારૂની બોટલો સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડયો

વડોદરા:શહેર પીસીબી પોલીસની ટીમે મકરપુરા જીઆઇડીસીમાં લોખંડ ભંગારના ગોડાઉનમાં સંતાડેલ 432 દારૂની બોટલો સાથે બુટલેગરને ઝડપી પાડી ગોડાઉન માલિક સહિત ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. માંજલપુર પોલીસે આરોપીનો કબ્જો મેળવી 1.74 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેર પીસીબી પોલીસ ટીમના જવાનું ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા. તે સમય ચોક્કસ માહિતી મળી હતી કે, મયુર ઉર્ફે ભયલુ અરવિંદભાઈ પરમાર ( રહે - સતલોકનગર, વડસર બ્રિજ પાસે)  અને તેના મિત્ર રાજેશ ઉર્ફે ભુરીયો કરસનભાઈ પરમાર ( રહે - ગોકુલ ડુપ્લેક્સ , જાંબુવા ગામ)એ મકરપુરા જીઆઇડીસીમાં રાહુલ સંતોષ ત્રિવેદી ( રહે - મંગલદીપ એપાર્ટમેન્ટ ,એરફોર્સ કોલોની પાછળ )ના મહાકાલ સ્ટીલ નામના લોખંડ ભંગારના ગોડાઉનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે. સ્થળ ઉપર મયુરની એકટીવા પણ છે. જેના આધારે પોલીસે દરોડો પાડી બાતમી મુજબના સ્થળ ઉપરથી મયુરને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ એકટીવા દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરતો હોવાની તેમજ દારૂનો જથ્થો તેના મિત્ર રાજેશએ મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. દરોડા દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડની રૂ. 1,39,200 ની કિંમત ધરાવતી 432 નંગ વિદેશી દારૂની બોટલો, બે નંગ મોબાઈલ ફોન તથા એકટીવા સહિત કુલ રૂ. 1,74,200નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:15 pm IST)