Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરાના વડસર રોડ નજીક ઓમલેટની લારી ઉપર દારૂ સહીત ચપ્પુ સાથે બે શખ્સોની ધરપકડ

વડોદરા: વડસર રોડ ઉપર આમલેટની લારી ઉપર થી દારૂ અને ચાકુ સાથે બે ઝડપાયા, એક પોલીસને જોતા જ પોતાનું બાઈક મૂકી ભાગી છૂટ્યો હતો.

માંજલપુર પોલીસ પથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે સમયે વડસર રોડ ઉપર અકી આમલેટની લારી ખાતે ત્રણ વ્યક્તિ શંકાસ્પદ  નજરે ચડ્યા હતા. તેઓને પકડવા જતા અક્ષય વિનોદભાઈ મારવાડી (રહે -વડસર ગામ) પોતાનું બાઈક મૂકી નાસી છૂટ્યો હતો. જ્યારે આર્યન દિનેશભાઈ ભાલીયા ( રહે -વડસર ગામ) અને અક્ષય કાંતિભાઈ મારવાડી ( રહે- ખોડીયાર નગર )પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આર્યને કમરના ભાગે સંતાડેલ ચાકુ મળી આવ્યું હતું. જ્યારે અક્ષય પાસેની થેલીમાંથી દારૂની બોટલ તથા બે પાઉચ મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બાઈક સાથે રૂ. 40,800નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આર્યન વિરુદ્ધ ચાકુ મળી આવવા બદલ હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ અલાયદી ગુનો નોંધ્યો  હતો.

(6:16 pm IST)