Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરાના પૂર્વ વિસ્તારમાં કમલાનગર તળાવમાં વહેલી સવારે લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ પરના કમલાનગર તળાવમાં આજે વહેલી સવારે એક લાશ તરતી દેખાતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જ્યારે ફાયર બ્રિગેડ તેમજ બાપોદ પોલીસે સ્થળ પર આવીને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી 

શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાં આજે વહેલી સવારે જ્યારે મોર્નિંગ વોકર્સ તળાવની આસપાસ ફરતા હતા ત્યારે પાણીમાં એક લાશ તરતી દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જ્યારે પોલીસે ફાયર બ્રિગેડને બોલાવતા ફાયર બ્રિગેડ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો મરનાર પુરુષની ઓળખ નહીં થતાં પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(6:16 pm IST)