Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાજપના દિનેશ પટેલે રાજીનામુ ધરી દીધુ :પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી

દિનુમામાની અપક્ષ ઉમેદવારીથી ભાજપને નુકસાન થવાની શક્યતા

વડોદરાઃ પાદરા વિધાનસભા બેઠકથી અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ છે. ભાજપના પ્રાથમિક સભ્યપદેથી દિનેશ પટેલે રાજીનામુ ધરી દીધુ છે. ચકાસણીન ફોર્મ મંજૂર થતા દિનેશ મામાએ મોટો નિર્ણય લીધો છે. ભાજપમાંથી ટિકિટ નહીં મળતા દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી કરી છે. દિનુમામાની અપક્ષ ઉમેદવારીથી ભાજપને નુકસાન થવાની શક્યતા છે. ગુરુવારે જ પાટીલે બળવાખોરોને ફોર્મ પરત ખેંચવા ચીમકી આપી હતી.

(7:04 pm IST)