Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

IAS અધિકારીને સોશિયલ મીડિયા પર તસવીરો નાખવુ ભારે પડ્યું :ચૂંટણીપંચે અભિષેક સિંધને ઓબ્ઝર્વરના પદેથી હટાવ્યા

પંચે આગામી આદેશ સુધી અધિકારીને ચૂંટણી સબંધિ કોઇ પણ જવાબદારી સોપવા પર રોક લગાવી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક IAS અધિકારીને સોશિયલ મીડિયા પર તસવીરો નાખવુ ભારે પડી ગયુ. યૂપી કેડરના IAS અધિકારી અભિષેક કુમાર ગુજરાત ચૂંટણીમાં ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે તેમના વિરૂદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાના ઓફિશિયલ કામ સબંધિત તસવીરો પોસ્ટ કરવા પર કાર્યવાહી કરી છે. પ્રચાર કરવાના આરોપમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ને લખેલા એક પત્રમાં કહ્યુ કે ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના 2011 બેચના અધિકારી અભિષેક કુમારે સામાન્ય સુપરવાઇઝરના રૂપમાં પોતાની નિયુક્તિ શેર કરવા માટે સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કર્યો અને પોતાના ઓફિશિયલ પદનો ઉપયોગ પલ્બિસિટી સ્ટંટ માટે કર્યો.

 

સૂત્રોએ જણાવ્યુ કે ચૂંટણી પંચે સીઇઓને તે સમયે અધિકારી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીર પણ શેર કરી હતી. સૂત્રોએ પત્રના હવાલાથી જણાવ્યુ કે પંચે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેમણે ઓબ્ઝર્વરના રૂપમાં હટાવી દેવામાં આવ્યા છે. પંચે આગામી આદેશ સુધી અધિકારીને ચૂંટણી સબંધિ કોઇ પણ જવાબદારી સોપવા પર રોક લગાવી દીધી છે.

(6:56 pm IST)