Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

AAPના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થશે:હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ખાતું નહીં ખુલે: જે,પી નડ્ડા 

 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા હતા,. કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા પર આક્ષેપ કરતા જે.પી.નડ્ડાએ જણાવ્યું કે આ ‘ભારત જોડો’ નહીં ‘ભારત તોડો’ યાત્રા છે. રાહુલ ગાંધી અફઝલના સમર્થનમાં નારેબાજી કરતા લોકોને મળે છે. 

  રાષ્ટ્રીય અધ્યક્ષ જે,પી,નડ્ડાએ દાવો કર્યો કે AAPના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થશે અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં AAPનું ખાતું નહીં ખુલે. જે.પી.નડ્ડાએ આમ આદમી પાર્ટીને કમિશનખોરોની પાર્ટી ગણાવી હતી .

(7:19 pm IST)