Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વડોદરામાં ધો. 4ની બે વિદ્યાર્થીનીઓ રહસ્યમય સંજોગામાં ગુમ: માતાએ કહ્યું - તે તેની ફ્રેન્ડના ઘરે જાય છે: તપાસ શરૂ .

 તપાસ કરતા બન્ને વિદ્યાર્થીનીઓ સ્કૂલ છુટ્યાં બાદ એક રિક્ષામાં બેસી હોવાનુ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ

વડોદરા :  શહેરના વાસણી ભાયલી રોડ પર આવેલી સંત કબીર સ્કૂલમાં ધો.4 માં અભ્યાસ કરતી સિધ્ધી જીતેન્દ્ર શર્મા અને આધ્યા ચૌહાણ બન્ને મિત્ર છે. એક જ સ્કૂલમાં એક સાથે ભણતા હોવાથી બન્ને એક બીજાના ઘરે પણ આવતા જતા હતા. તેવામાં બપોરના 1-30 વાગ્યાની આસપાસ સ્કૂલ છુટતા સિધ્ધીને લેવા માટે તેનો વાન ચાલક પહોંચ્યો હતો. જ્યાં સ્કૂલમાંથી સિધ્ધી અને આધ્યા બન્ને ઘરે જવા માટે સાથે નિકળ્યા હોવાનુ ફોન પર સિધ્ધીની માતાને જણાવ્યું હતુ. જેથી સિધ્ધીની માતાએ વાન ચાલકને જણાવ્યું કે, તે તેની ફ્રેન્ડના ઘરે જાય છે. આ સાંભળી વાન ચાલક પણ નિશ્ચિંત થઇ સ્કૂલ પરિસરમાંથી બહાર નિકળી જાય છે.

આ દરમિયાન બપોરના 1-58 વાગ્યાની આસપાસ આધ્યાના માતા સિધ્ધીની માતાને ફોન કરી જણાવે છે કે, બન્ને દિકરીઓ હજી સુધી ઘરે પહોંચી નથી. આ સાંભળતા સિધ્ધીની માતા ડઘાઇ જાય છે અને તેઓ ચિંતાતુર થઇ તાત્કાલીક સ્કૂલે પહોંચી જાય છે. જ્યાં તપાસ કરતા બન્ને વિદ્યાર્થીનીઓ સ્કૂલ છુટ્યાં બાદ એક રિક્ષામાં બેસી હોવાનુ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોવા મળે છે.

જોકે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરાતા ગોત્રી પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી રહસ્યમય સંજોગામાં ગુમ થયેલી બન્ને દિકરીઓને વહેલી તકે શોધી કાઢવા વિવિધ પાસાઓની તપાસ કરી રહીં છે.

(9:00 pm IST)